રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક કેદીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પોપટપરા જેલના કેદી રાજેન્દ્ર રાઠોડે આપઘાત કરી લીધો છે. સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં આ ઘટના સામે આવી છે. કેદીની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. કેદીએ હોસ્પિટલમાં જ પંખામાં દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. કેદી પરિણીત પુત્રીના પ્રેમીની હત્યામાં જેલમાં બંધ હતો.પ્રિઝનલ વોર્ડમાં દોરડું કેવી રીતે આવ્યું તે મોટો સવાલ છે.
આરોપી રાજેન્દ્ર રાઠોડ પીજીવીસીએલમાં નિવૃત્ત કર્મચારી હતો
રાજકોટમાં પુત્રીના પ્રેમીની હત્યામાં જેલમાં બંધ પિતાએ સિવિલ હોસ્પિટલમાં પંખે દોરડું બાંધીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આરોપીને પોપટપરા જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત ખરાબ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી સિવિલના પ્રિઝનલ વોર્ડમાં હતાં. આરોપી રાજેન્દ્ર રાઠોડ પીજીવીસીએલમાં નિવૃત્ત કર્મચારી હતો.
