સુરતમાં પોલીસ કમિશનર દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે બીજી તરફ પોલીસ અને કાયદાનો જાણો કોઈ ડર જ ના હોય તેમ હત્યાના બનાવો સામે આવી રહ્યાં છે. શહેરમાં એક યુવકની હત્યા કરનારા બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યા છે. મહિલા મિત્ર સાથે ફરવા ગયેલા યુવકની હત્યા કરાઈ હતી.

યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો

સુરત શહેરમાં મહિલા મિત્ર સાથે ફરવા ગયેલા યુવકની હત્યા કરાઈ હતી. કેટલાક શખ્સો મહિલા સામે જોઈને ઈશારા કરી રહ્યા હતાં. ત્યારે આ યુવકે તેમને રોક્યા હતાં અને શું કામ જોઈ રહ્યાં છો એમ કહેતા જ મામલો બિચક્યો હતો. બંને તરફ હાથાપાઈ થઈ હતી. યુવકે આરોપીને લાફા મારી દીધા હતાં. ત્યાર બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આરોપીઓ મહિલાને ઇશારા કરી રહ્યા હતા

આ અંગે સુરત પોલીસના એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, સચિન GIDCમાં 23 વર્ષીય યુવકની હત્યા મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપી ગૌતમ જયરામ દલાઈ અને દિલીપ જુબાનસીંગ નીગવાલને ઝડપી પાડ્યા છે.આ બનાવમાં મૃતક ગગન ગૌરવ તેમની મહિલા મિત્ર સાથે પાલનપુર પાર્કમાં ફરવા ગયો હતો. બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ મહિલાને ઇશારા કરી રહ્યા હતા. મૃતક ગગનએ આરોપીઓને શું કામ જુઓ છો કહીને બોલાચાલી કરી હતી. મૃતક ગગનએ પણ આરોપીઓને બે લાફા મારી દીધા હતા. આરોપીઓએ અદાવત રાખીને ચપ્પુના ઘા ઝીંકી ગગનની હત્યા કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથધરી છે.


આ પણ વાંચોઃ Kachchh News: કંડલા પોર્ટ આસપાસ વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી, 500 પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણો તોડાયા