રાજકોટ જિલ્લામાં ગૃહકંકાસથી કંટાળેલા પિતાએ 6 વર્ષની પુત્રી સાથે ભાદર નદીમાં ઝંપલાવી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પિતાએ પુત્રીને પોતાની સાથે કપડાથી બાંધીને ધોરાજી-જામકંડોરણા વચ્ચે ભાદર નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું.ભાદર નદીના પુલ નીચેથી બન્નેના મૃતદેહ મળ્યા હતાં. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે જામકંડોરણા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પિતાએ પોતાની સાથે પુત્રીને કપડાંથી બાંધી આપઘાત













