ગુજરાતના રાજકોટ (Rajkot) શહેરમાં રેલવે પોલીસ (Railway Police) ની કામગીરી અને સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ, એક અજાણ્યા નંબર પરથી બાળકનો ફોન આવ્યો હતો અને તેને ટ્રેનમાં દ્વારકા (Dwarka) જવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ભારે ચિંતિત બનેલો પરિવાર મદદની આશા સાથે રેલવે પોલીસ મથકે (Railway Police Station) પહોંચ્યો હતો, પરંતુ આક્ષેપ છે કે પરિવારને તાત્કાલિક મદદ કરવાને બદલે 24 કલાક (24 Hours) રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું.
બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ
આ સમગ્ર મામલામાં નોકરી દરમિયાન બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા પોલીસકર્મીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થતાં ભારે ચકચાર મચી ગઈ છે. બાળકની સલામતી અને ભવિષ્ય જોખમાય તેવી સંવેદનશીલ સ્થિતિમાં પણ ફરજ પર હાજર સ્ટાફની બેદરકારી અને નિષ્ક્રિયતા સામે આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. મુશ્કેલીના સમયે મદદની આશા લઈને પહોંચેલા પરિવાર સાથે થયેલા આ વર્તનને પગલે રેલવે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે.
