રાજકોટમાં MD ડ્રગ્સને લઈ સૌથી મોટી રેડ કરવામાં આવી છે. 303 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 આરોપી ઝડપાયા છે. આરોપીઓ પાસેથી 30 લાખથી વધુનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. રેલનગર વિસ્તારમાંથી ગુલમહોર પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો નામના બે આરોપી ઝડપાયા છે. રાજકોટ SOGએ ઓપરેશન પાર પાડ્યું છે.


રાજકોટ SOGએ ડ્રગ્સને લઈ ઓપરેશન 

રાજકોટ SOGએ ડ્રગ્સને લઈ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટના ઇતિહાસમાં પોલીસની MD ડ્રગ્સને લઈ સૌથી મોટી રેડ કરવામાં આવી છે. આ દરોડામાં 30 લાખથી વધુની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આરોપી રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી ડ્રગ્સ સાથે ઝડપાય છે. યુવાધન બરબાદ થાય તે પહેલા જ SOG એ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો

શહેરમાંથી SOGએ MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. રેલનગર વિસ્તારમાં ગુલમહોર પ્લાઝા નામના એપાર્ટમેન્ટમાં દરોડા પાડી પોલીસે MD ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી લીધા હતા. આ ડ્રગ્સની કિંમત 30 લાખથી વધુની આંકવામાં આવી રહી છે. શહેરના યુવાધન બરબાદ થાય તે પહેલા પોલીસ દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.


  • Follow us on: