સૌરાષ્ટ્રના સૌથી મોટા અને લોકપ્રિય જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે પણ રાજકોટનો લોકમેળો યાંત્રિક રાઇડ્સ સાથે જ યોજાશે તેવું લગભગ નિશ્ચિત બન્યું છે. જોકે, આ વખતે મેળાની મજા માણવા આવતા લોકોને થોડો વધુ ખર્ચ કરવો પડશે. કારણ કે, યાંત્રિક રાઇડ્સની ટિકિટના દરમાં રૂપિયા 5 નો વધારો ઝીંકવામાં આવ્યો છે.


યાંત્રિક રાઇડ્સ સંચાલકોની હરાજી પૂર્ણ

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી યાંત્રિક રાઇડ્સ સંચાલકોની હરાજીની પક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હરાજીમાં મોટી સંખ્યામાં સંચાલકોએ ભાગ લીધો હતો અને રાઇડ્સ માટે ઊંચા ભાવ બોલાયા હતા. આ ઊંચા ભાવને કારણે જ ટિકિટના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. જોકે, મેળાના આયોજન અને ખાસ કરીને યાંત્રિક રાઇડ્સની સલામતીને લઈને એક મોટો સવાલ ઉભો થયો છે. R&B વિભાગ રાઇડ્સને મંજૂરી આપશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. અગાઉ પણ મેળામાં રાઇડ્સની સલામતી અને ફિટનેસ અંગે સવાલો ઉઠ્યા હતા. R&B વિભાગ દ્વારા રાઇડ્સની મજબૂતાઈ, ઈંસ્ટોલેશન અને સુરક્ષા માપદંડોની ચકાસણી કરવામાં આવે છે. તેમની મંજૂરી વિના રાઇડ્સ ચલાવી શકાતી નથી.

R&B વિભાગ મંજૂરી આપશે કે નહીં તેને લઈ સવાલો

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મેળામાં રાઇડ્સ તૂટવા કે ખામી સર્જાવાના કિસ્સા બન્યા છે. જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે. આથી, R&B વિભાગની મંજૂરી અત્યંત મહત્વપૂર્ણ બની રહે છે. શું R&B વિભાગ તમામ સુરક્ષા માપદંડોની ચકાસણી કરીને રાઇડ્સને મંજૂરી આપશે કે પછી કોઈ કારણસર મંજૂરી રોકવામાં આવશે તે અંગે લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને છે. રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો લાખો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.


  • Follow us on: