રંગીલા રાજકોટ શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે ઝુંબેશ તેજ બનાવી છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ બાતમીના આધારે શહેરના એરપોર્ટ ફાટક નજીક દરોડો પાડીને મેફેડ્રોન ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. SOG ટીમે ઘટના સ્થળેથી 49.70 ગ્રામ જેટલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરી બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
સાહિલ કાદરી અને રૂમીન જુણેજાની ધરપકડ
પોલીસના દરોડા દરમિયાન ઝડપાયેલા બંને આરોપીઓની ઓળખ સાહિલ કાદરી અને રૂમીન જુણેજા તરીકે થઈ છે. આ બંને શખ્સો ક્યાંથી ડ્રગ્સ લાવ્યા હતા અને રાજકોટમાં કોને સપ્લાય કરવાના હતા તે અંગે પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી છે. SOG દ્વારા બંને આરોપીઓ સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
