રાજપીપળા શહેર નજીક આવેલ ધરમેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હતી.રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી હતી. તપાસ માં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે.ફોરેસ્ટ વિભાગને શંકાસ્પદ લાગતા તેને તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે.
વધુ તપાસ માટે FSLમાં મોકલ્યા
રાજપીપળા પાસે સ્થિત ધરમેશ્વર મહાદેવ મંદિરના જૂના મકાનમાંથી વાઘના ચામડા અને નખ મળ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી.ત્યાર બાદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ શરૂ કરાઈ હતી. આ તપાસમાં 37 વાઘના ચામડા આખા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હતાં.જો કે, ફોરેસ્ટ વિભાગે તેને વધુ તપાસ માટે FSLમાં મોકલ્યા હતાં.
