ઈડર ખાતે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમે મોટી કાર્યવાહી કરીને એક ગેરકાયદેસર ઈન્ટરનેશનલ કોલ સેન્ટર પર દરોડા પાડ્યા છે. આ કોલ સેન્ટર ઈડર બરવાવ રોડ પર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મુકેશ સોલંકીના કોમ્પ્લેક્સમાં સ્થિત હતું અને છેલ્લા ત્રણ વર્ષથી ભાડાના મકાનમાં ચાલતું હતું. આ કોલ સેન્ટરમાં કામ કરતા લોકો વિદેશોમાં લોન આપવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા હતા, જેમાં ડોલરમાં લોન લીધા પછી તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી થતી હોવાનું સામે આવ્યું છે.


4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત

SMCની ટીમે દરોડા 15 કલાકથી વધુ સમય સુધી ચલાવ્યા. દરોડા દરમિયાન 40 મોબાઈલ, 12 લેપટોપ, 4 હાઈસ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઉપરાંત 10 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને મોંઘીદાટ કાર પણ કબજે લેવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે કહ્યું કે, કોલ સેન્ટર 'ઓનલાઈન ક્લાસિસ'ના નામે ભાડે રાખવામાં આવ્યું હતું અને તેના માધ્યમથી લોકોને ભ્રમિત કરીને મોટાભાગના પૈસા વિદેશમાં છેતરપિંડીના ધંધામાં વપરાતા હતા. દરોડાના પગલે સ્થાનિક પોલીસ અને SMCના અધિકારીઓની તપાસ ચાલતી રહેશે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.

આ કેસમાં 10 લોકોની અટકાયત થઈ ચુકી છે, જ્યારે અન્ય સાગરીતોની ઓળખ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. SMCની માહિતી અનુસાર આ કોલ સેન્ટર વિદેશમાં કરોડો રૂપિયાની છેતરપિંડીમાં સંડોવાયેલું હોવાનું અનુમાન છે. સ્થાનિક લોકો અને પોલીસ માટે આ ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે.

આ પણ વાંચો : Sabarkantha News: ગાંભોઈ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂ ભરેલી પીકઅપ વાન ઝડપી


  • Follow us on: