અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની સાણંદ રૂટની બસમાં કંડક્ટર દ્વારા મુસાફરો સાથે કરવામાં આવેલી મારામારી અને ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો છે. બસમાં ફરજ બજાવતા કંડક્ટરે મુસાફર સાથે અસભ્ય વર્તન કરી મારામારી સુધીની હદ વટાવી દીધી હતી. આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ AMTS તંત્ર તેમજ મુસાફરોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને કંડક્ટરની આવી ગુંડાકીય છાપ સામે વિરોધ ઊભો થયો હતો.

કંડક્ટર ફરજ મોકૂફ, ટાંક બસ કંપનીને રૂ.50 હજારનો દંડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને AMTS તંત્ર દ્વારા ત્વરિત અને આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. બસમાં મુસાફરોની સુરક્ષા અને સન્માન સાથે ચેડાં કરનાર કંડક્ટરને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, સંબંધિત બસનું સંચાલન કરતી ખાનગી એજન્સી ‘ટાંક બસ ઓપરેશન કંપની’ સામે પણ કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નોટિસ ફટકારી ભવિષ્ય માટે આકરી ચેતવણી

AMTS ઓથોરિટી દ્વારા ટાંક બસ ઓપરેશન કંપનીને આ અંગે કડક નોટિસ ફટકારવામાં આવી છે અને રૂ. 50,000નો રોકડ દંડ ફટકાર્યો છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ભવિષ્યમાં જો કોઈ પણ કંડક્ટર કે ડ્રાઈવર મુસાફરો સાથે આ પ્રકારનું ગેરવર્તન કે હિંસક વર્તન કરશે તો ઓપરેટર એજન્સી સામે આનાથી પણ વધુ આકરાં કાનૂની પગલાં લેવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabadમાં ભેળસેળીયાઓ બેફામ, દાળવડાના તળેલા તેલમાં TPC 32.1% તો ઘીમાં વેજિટેબલ ફેટ મળતાં તંત્ર લાલઘૂમ!