ગુજરાતના અમદાવાદ (Ahmedabad) જિલ્લાના સાણંદ (Sanand) પંથકમાંથી નશીલા પદાર્થની હેરાફેરી અને વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એન્ટી નાર્કોટિક્સ (Ahmedabad Rural Anti-Narcotics) ટીમ દ્વારા બાતમી અને સઘન કાર્યવાહીના આધારે MD ડ્રગ્સ (MD Drug) ના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી 105 ગ્રામથી વધુ (More Than 105 Grams) MD ડ્રગ્સ જપ્ત કરીને યુવાધન અને સમાજને બરબાદ કરતા ડ્રગ્સના નેટવર્ક પર મોટો ફટકો માર્યો છે.

મોબાઈલ સહિત રૂ. 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

આ કાર્યવાહી દરમિયાન પોલીસે હીરાપુરા (Hirapura) ના રહેવાસી લીલાભાઈ ઉર્ફે ભાવેશ (Lilabhai alias Bhavesh) ની ધરપકડ કરી છે. ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપી પાસેથી મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.20 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સાણંદ અને આસપાસના વિસ્તારોમાં આરોપી ક્યારથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો અને તેની સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે અંગે પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ

પકડાયેલા આરોપી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS Act) હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને આગળ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. જિલ્લામાં નશીલા પદાર્થોનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત વોચ અને કડક કાર્યવાહી જારી રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Surat News : આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકીનો પર્દાફાશ, ભેસ્તાન પોલીસે 4 શખ્સોને દબોચ્યા, રૂ. 5.72 લાખનો મુદ્દામાલ જપ્ત