ગુજરાતના સુરત (Surat) શહેરના ભેસ્તાન (Bhestan) વિસ્તારમાંથી ભેસ્તાન પોલીસે (Bhestan Police) એક મોટી સફળતા મેળવીને આંતરરાજ્ય સાયબર ફ્રોડ ટોળકી (Interstate Cyber Fraud Gang) નો પર્દાફાશ કર્યો છે. પોલીસે ભેસ્તાન રાજ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર (Bhestan Raj Industrial Area) માં રેઇડ કરીને મૂળ રાજસ્થાન (Rajasthan), હરિયાણા (Haryana) અને ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે આ નેટવર્કમાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ (Wanted) જાહેર કરવામાં આવ્યા છે.
રૂ. 15 થી 16 હજારની લાલચ આપી ભાડાના એકાઉન્ટ ખોલાવતા હતા
પોલીસ તપાસમાં ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે કે આરોપીઓ લોકોને રૂપિયા 15 થી 16 હજારની લાલચ આપી તેમના નામે બેંક એકાઉન્ટ (Bank Accounts) ખોલાવી તેની કીટ અને સીમકાર્ડ મેળવી લેતા હતા. આરોપીઓ ફેસબુક સહિતના સોશિયલ મીડિયા (Social Media) પર જૂના સિક્કા વેચવાની અને અન્ય લોભામણી જાહેરાતો મૂકી છેલ્લા દોઢ વર્ષથી લોકો સાથે ઓનલાઈન ઠગાઈ આચરતા હતા. આ ભાડાના એકાઉન્ટમાં ફ્રોડના નાણાં જમા કરાવી, અલગ-અલગ ખાતામાં ટ્રાન્સફર કરી ATM મારફતે રોકડ ઉપાડી લેવામાં આવતી હતી.
