સુરતમાં શિક્ષિકાના આપઘાત મુદ્દે મોટા સમાચાર આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ કરીને કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો છે. બીજી તરફ શિક્ષિકાએ કરેલા મેઈલના સ્ક્રીનશોટ સામે આવ્યા છે જેમાં આરોપી શિક્ષીકા નશાકારક પ્રવૃત્તિઓ પણ કરાવતી હોવાનો ઉલ્લેખ કરાયેલો છે.


મેઇલના સ્ક્રીનશોટ સામે આવ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય શિક્ષકાએ 14 નવેમ્બર 2024ના રોજ આત્મહત્યા કરી લીધી હતી અને આ મામલો ગરમાયો હતો. 19 વર્ષીય શિક્ષિકા આપઘાત કેસમાં મેઇલના સ્ક્રીનશોટ સામે આવ્યા છે

હું તો જતી રહીશ પણ એ પાપ તમને નડશે

14 નવેમ્બર 2024ના રોજ શિક્ષિકાએ સગીર આરોપીને કરેલા મેઈલમાં જણાવ્યું કે એક વાત હું ભૂલી ગઈ કે બે વાર પાપ કર્યું છે. હું તો જતી રહીશ પણ એ પાપ તમને નડશે તેવો ઉલ્લેખ આ મેઇલમાં કરાયો છે.

તમે મારું ગળું પણ દબાવી દીધું હતું

આ ઉપરાંત અન્ય એક મેઇલમાં લખવામાં આવ્યું હતું કે, તમે નશાકારક પ્રવૃત્તી કરાવતા હતા અને તમારા માટે એ પણ કરી લેતી હતી. અન્ય એક મેઇલમાં લખવામાં આવ્યું કે, એક દિવસ ફાર્મમાં ઝઘડો થયો હતો ત્યારે તમે મારું ગળું પણ દબાવી દીધું હતું

FSL દ્વારા 3000 પાનાનો ડીટેલ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો

શિક્ષિકાએ આરોપી સગીરને કરેલા મેલમાં આ વિગતો બહાર આવી છે. આ મામલે FSL દ્વારા 3000 પાનાનો ડીટેલ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવ્યો છે.

યુવકના ત્રાસથી કંટાળીને આત્મહત્યા

ઉલ્લેખનિય છે કે 19 વર્ષની આ શિક્ષીકા ખાનગી ટ્યુશનમાં ટ્યુશન કરાવવા જતી હતી. તેણે એક યુવકના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાનો આરોપ લગાવાયો હતો. આ મામલે પાટીદાર અગ્રણીઓએ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી


  • Follow us on: