શહેરના પાંડેસરા વિસ્તારમાં એક પેપર વેપારી સાથે તેના જ 18 વર્ષ જૂના વિશ્વાસુ સુપરવાઇઝરે સાથીદારો મળીને 11 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.
પેપર વેપારી સાથે છેતરપિંડી
ભોગ બનનાર પેપર વેપારી પાસે તેમનો સુપરવાઇઝર છેલ્લા 18 વર્ષથી કામ કરતો હતો, જેના કારણે વેપારીને તેના પર અતૂટ વિશ્વાસ હતો. સુપરવાઇઝરે અગાઉ વેપારી પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ રકમના બદલામાં તેણે પોતાનું મકાન વેપારીના નામે લખી આપ્યું હતું.
