સુરત શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને પ્રતિબંધિત કફ સિરપના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ ફરદીનખાન પઠાણ તરીકે થઈ છે. નશાના કારોબારમાં સંકળાયેલા આ શખ્સને ઝડપી પાડીને પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા મહત્વનું પગલું ભર્યું છે.

105 બોટલ કોડીન સિરપ સાથે NDPS હેઠળ ગુનો

પોલીસે ઘટનાસ્થળેથી નશા તરીકે વપરાતી કોડીન સિરપની કુલ 105 બોટલો જપ્ત કરી છે. આટલી મોટી માત્રામાં મળી આવેલા પ્રતિબંધિત જથ્થા બાદ પોલીસે આરોપી સામે એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી છે.

નશાના નેટવર્ક અંગે તપાસ તેજ

આરોપી ફરદીનખાન આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નશાના આ કારોબાર પાછળ કોઈ મોટું નેટવર્ક કે અન્ય લોકો સંકળાયેલા છે કે કેમ, તે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે પોતાની તપાસ વધુ તેજ બનાવી છે.

આ પણ વાંચો : Junagadhમાં વરસાદી માહોલ વચ્ચે સિંહોની રોયલ એન્ટ્રી, ગીરના સરખડીયા હનુમાન રસ્તે ડાલામથ્થાની લટાર