સુરતના અમરોલી વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય બાબતમાં શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક પુત્રીએ પોતાના જ પિતાની કરપીણ હત્યા કરી નાખી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મોબાઈલ ફેંકી દેવાની રીસમાં પુત્રીએ હુમલો કર્યો

મૃતક રમેશસિંગ રાજપૂત અને તેમની પુત્રી કાજલ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ તકે પિતાએ આવેશમાં આવીને પુત્રીનો મોબાઈલ ફોન ફેંકી દીધો હતો. પિતા દ્વારા મોબાઈલ ફેંકી દેવાયાથી ગુસ્સે ભરાયેલી આરોપી પુત્રી કાજલ રમેશસિંગ રાજપૂત ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણે ઘરની અંદર પડેલું કુકરનું ઢાંકણ અને છરી ઉઠાવીને પિતા પર જીવલેણ હુમલો કરી દીધો હતો.

પેટના ભાગે ગંભીર ઈજા થતાં પિતાનું ઘટના સ્થળે જ મોત

આ હુમલા દરમિયાન પિતા રમેશસિંગના પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અતિશય લોહી વહી જવાને કારણે અને ગંભીર ઈજાના લીધે પિતાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી મહિલા ઘરેથી નાસી છૂટી હતી અને ફરાર થઈ ગઈ હતી.

Surat News: Daughter Arrested for Killing Father with Pressure Cooker Lid and Knife in Amroli

અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારી પુત્રીને ઝડપી લીધી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમરોલી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ફરાર થઈ ગયેલી આરોપી પુત્રી કાજલ રમેશસિંગ રાજપૂતને ઝડપી લઈ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો: Surat News : રવિવારે પણ ખુલ્લી રહી RTO કચેરી! દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખી તંત્રનો લોકઉપયોગી નિર્ણય