સુરતના તરસાડી રેલવે ઓવરબ્રિજ નજીકથી એક સૂટકેસમાંથી મહિલાની લાશ મળી આવવાના સનસનાટીભર્યા મામલામાં સુરત પોલીસે સફળતા મેળવી છે. પોલીસે હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી રવિ શર્માને દેશની રાજધાની દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક મહિલા અને આરોપી રવિ શર્મા વચ્ચે પ્રણય સંબંધ હતો. મૃતક મહિલા પરિણીત હોવા છતાં તે આરોપી રવિ શર્મા પર લગ્ન કરવા માટે સતત દબાણ કરી રહી હતી.
આરોપી રવિ શર્માને પોલીસે દિલ્હીથી ઝડપ્યો
રવિ શર્મા લગ્ન કરવા માંગતો ન હોવાથી, તેણે કંટાળીને મહિલાને મોતને ઘાટ ઉતારવાનો નિર્ણય કર્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી રવિ શર્મા તાત્કાલિક સુરત છોડીને દિલ્હી ભાગી ગયો હતો. દિલ્હીથી ઝડપી પાડ્યા બાદ સુરત પોલીસ આરોપી રવિ શર્માને પરત સુરત લાવી હતી અને સમગ્ર હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીને તે ભાડાની રૂમથી લઈને, જ્યાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.













