ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત હોવાના બણગા ફૂંકવામાં આવી રહ્યાં છે. તેવામાં સુરતમાં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતી થવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. શહેરમાં આ પ્રકારે 15 દિવસમાં બે યુવતીઓ ભોગ બની હતી. યુવતીઓની છેડતી કરનાર નરાધમ મેહુલ રાવલને પોલીસે ઝડપી પાડ્યો છે. સિંગણપોર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સુરતમાં છેડતી કરનાર નરાધમ મેહુલ રાવલ ઝડપાયો
સુરત શહેરમાં સરનામું પૂછવાના બહાને યુવતીઓની છેડતીનો બનાવ સામે આવ્યો હતો. એટીએમ સર્વિસનું કામ કરતો આધેડ સરનામું પૂછવાને બહાને યુવતીઓની છેડતી કરતો હતો. સિંગણપોરમાં બાઈક લઈને સવારના સમયે આરોપી એક સોસાયટીમાં આવ્યો હતો. તેણે સરનામુ પૂછવાના બહાને એક યુવતીની છેડતી કરી હતી.એટલું જ નહીં, 15 દિવસ દરમિયાન બે યુવતીઓ સાથે છેડતીની આ બીજી ઘટના બની છે.
