સુરત ડાયમંડ સિટીમાં એક નવો ટ્રેડ શરૂ થયો છે. એરપોર્ટ પરથી હાઈડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજા) સાથે યુવકને ઝડપી લેવામાં આવ્યો છે. સુરત એરપોર્ટ ઉપરથી રૂપિયા 14 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ડ્રગ્સ (ગાંજા)નો જથ્થો બાતમીના આધારે રાજસ્થાની યુવક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. સુરત ડીઆરઆઈની બાતમીના આધારે એરપોર્ટ પર સ્થિત કસ્ટમ અધિકારીઓએ તેની ચકાસણી કરી હતી.
સુરત એરપોર્ટ પરથી 14 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજા ઝડપાયો













