સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં પ્લોટ વેચાણના નામે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીના મામલે સુરત ગ્રામ્ય પોલીસે અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે.અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા આરોપી ઉમંગ ઠક્કરે કામરેજ નજીક ખોલવડ ગામમાં નિર્વાણા નામના પ્રોજેક્ટની જાહેરાત કરી ગ્રાહકોને ખુલ્લા પ્લોટ વેચવાની લાલચ આપી હતી અને તેમની સાથે રૂ.1.56 કરોડની મસમોટી ઠગાઈ આચરી હતી.
15થી 16 જેટલા ભોળા ગ્રાહકો ફસાઈ ગયા
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમંગ ઠક્કરે જે જમીન પર નિર્વાણા પ્રોજેક્ટ બતાવીને પ્લોટ વેચવામાં આવી રહ્યા હતા તે જમીન બિલ્ડરે વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી.જમીનના ટાઈટલ ક્લિયર ન હોવા છતાં અને પોતાની પાસે કોઈ માલિકી હક્ક ન હોવા છતાં આરોપીએ ગ્રાહકોને અંધારામાં રાખીને ખુલ્લા પ્લોટોનું બુકિંગ ચાલુ રાખ્યું હતું.આ જાળમાં આશરે 15થી 16 જેટલા ભોળા ગ્રાહકો ફસાઈ ગયા હતા.જેમની પાસેથી પ્લોટ બુકિંગના નામે આરોપીએ કુલ રૂ. 1.56 કરોડની રકમ ઉઘરાવી લીધી હતી.
