સુરતમાં ચકચાર મચાવનારા વેપારી આપઘાત કેસમાં સરથાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાના ગુનામાં સામેલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મૃતક રાજેશે પોતાના જ વેપારી મિત્રોના ત્રાસ અને સતત મળતી ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી, જે બાદ પોલીસે ત્વરિત પગલાં ભરી આરોપીઓને જેલહવાલે કર્યા છે.

17.32 લાખની ઉઘરાણીમાં ધમકી આપી હતી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મૃતક રાજેશ પાસે રૂ. 17.32 લાખની ઉઘરાણી માટે સતત માનસિક ત્રાસ આપતા હતા અને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આર્થિક સંકટ અને ધમકીઓના કારણે માનસિક તણાવમાં આવેલા વેપારી પાસે આત્મહત્યા કરવા સિવાય અન્ય કોઈ માર્ગ રહ્યો ન હતો.

સુસાઇડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી

આપઘાતની આ ઘટના બાદ પોલીસને સ્થળ પરથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. સરથાણા પોલીસે આ સુસાઇડ નોટના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. હાલમાં પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ અને આગળની કાર્યવાહી તેજ બનાવી છે.

આ પણ વાંચો : Dwarkaના જામ ખંભાળીયામાં જમીન બચાવો આંદોલન તેજ, GSPL ની દાદાગીરી સામે ખેડૂતોનો ખેતરોમાં અડિંગો...