સુરતના પુણામાં સોનિયાનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી કુખ્યાત બુટલેગર રવિ બાવરિયાએ એક મકાનમાં સંગ્રહ કરેલો અંધધ રૂ.19 લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો.પોલીસે સ્થળ પરથી એકને પકડી પાડી બાવરિયો, તેની માતા,નામચીન દુર્ગેશ સહિત છને વોન્ટેડ જાહેર કર્યા હતા.કાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ લાલાએ છૂટો દોર આપી દેતા બુટલેગરો બેફામ બની જતા ફરી એક વખત શહેર પોલીસનું નાક કપાઈ ગયું હતું.

પુણા પોલીસમાં વિધિવત ગુનો નોંધાવ્યો

મળતી વિગત મુજબ SMCની ટીમને બાતમી મળી હતી કે, પુણાના સહારાનગર દરવાજા પાસે આવેલા સોનિયાનગરના મકાન નંબર 95માં મોટા પાપે વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે.આ માહિતીના આધારે મધ્યરાત્રિએ અહીં છાપો માર્યો હતો.મકાનની તલાશી લેતા SMCની ટીમ પણ ચોંકી ઉઠી હતી.ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી મળી કુલ 5207 બોટલો મળી આવી હતી. SMCએ રૂ.18.99 લાખનો દારૂ.2 મોબાઈલ,રોકડા 2400 મળી કુલ રૂ.19.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પુણા પોલીસમાં વિધિવત ગુનો નોંધાવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી સુજીતકુમાર મૌર્યને ઝડપ્યો

પોલીસે સ્થળ પરથી સુજીતકુમાર મૌર્યને ઝડપી પાડયો હતો.આ દારૂના નેટવર્કનો મુખ્ય સૂત્રધાર કહો કે કુખ્યાત બુટલેગર રવિ ઉઠે ભાવરિયો ઉત્તમ જાવરે અને તેની માતા ઇન્દુબેન જાવરે પોલીસના હાથે લાગ્યા ન હતા.વાપીના જીતેશ ઉર્ફે નવીન પાદવ, નિયોલનો પાસોલા અને લિસ્ટેડ બુટલેગર દુર્ગેશ આ દારૂનો જળો સપ્લાય કરતા હતા.જે ચારેયને વોન્ટેડ જાહેર કરાયા હતા.દુર્ગેશ મોટા ગજાનો બુટલેગર છે અને હત્યાકાંડમાં પણ તેનું નામ ઉછળી ચૂક્યું છે.દુર્ગેશે લાલાના આશિર્વાદથી રઘુ નામના ભાગીદાર સાથે ડુંભાલમાં પણ સ્ટેન્ડ ચાલુ કર્યું હોવાનું કહેવાય છે.

સ્થાનિક પુણા પોલીસ પર અનેક સવાલ

કુખ્યાત બુટલેગર રવિ બાવરિયા પુણામાં પીર ફળિયા ખાતે પણ દારૂનો વેપલો કરે છે.બાવરિયાએ સ્થાનિક પોલીસની આબરૂ ધુળધાણી કરી દીધી છે.બે માસ પહેલા પીસીબીએ પુણાના ભૈયાનગરમાં ધમધમતા કુખ્યાત જીતુ રાવળના વરલી મટકાના અડ્ડા પર દરોડા પાડી સપાટો બોલાવ્યો હતો.પુણામાં બે નંબરના ધંધાવાળાને કાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ લાલાએ મોકળું મેદાન આપી દીધું હોવાનું કહેવાય છે.પડદા પાછળ રહી શહેરના અડધા ડઝન પોલીસ મથકનો વહીવટ સંભાળતો અને પોતાને IPSથી પણ સવાયો સમજતો લાલો વારંવાર શહેર પોલીસનું નાક કાપી રહ્યો હોવા છતાં તેની સામે કોઈ કડક એક્શન નહિં લેવાતા તરેતરેહની ચર્ચાએ વેગ પકડયો છે.

આ પણ વાંચોઃ Bhavnagar: માતાની ફરિયાદ પરથી ખુલ્યું પુત્રની હત્યાનું રહસ્ય, પ્રેમ સંબંધની દાઝ રાખી સસરાએ જ જમાઈનો કાંટો કાઢ્યો