સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ(SOG)ની ટીમે અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને મોટી સફળતા મેળવી છે. SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે સુરત શહેરના અડાજણ વિસ્તારમાંથી નિતેશભાઈ અશોકભાઈ ભગવાગર નામના શખ્સને પ્રતિબંધિત વિદેશી સિગરેટના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
આરોપી પાસેથી રૂ. 34,000 નો વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત
પોલીસ દરોડા દરમિયાન આરોપી પાસેથી ભારત સરકારના નિયમોનુસારની ફરજિયાત હેલ્થ વોર્નિંગ (આરોગ્ય વિષયક ચેતવણી) વગરની વિદેશી સિગરેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. SOG પોલીસે ઘટના સ્થળેથી કાયદાનો ભંગ કરીને વેચવામાં આવતી આ વિદેશી સિગરેટો સહિત કુલ રૂ. 34,000 નો મુદ્દામાલ પોતાના કબજે લીધો છે.

