સુરતના ઉત્રાણ વિસ્તારમાં બુટલેગરે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉત્રાણ પોલીસે વિડીયો વાયરલ થતાં કરી કાર્યવાહી હાથ ધરી હતી. બુટલેગર ધવલ રાઠોડ અને તેના સાગરીતોને પકડવામાં આવ્યા છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી બાદ બુટલેગરોએ માફી માગી હતી. અને કાન પકડ્યા હતા.


ચપ્પુથી કેક કાપનાર બુટલેગરે માંફી માંગી

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. પોલીસના ડર વિના અને કાયદાઓનો ભંગ કરીને આવારા તત્વો બેફામ ગુનાઓ આચરી રહ્યા છે. આ અસામાજિક તત્વો ટ્રાફિક નિયમો નેવે મુકીને રીલ બનાવે છે. તો ક્યાંક જાહેર માર્ગ પર બાઇકની રેસ લગાવે છે. તો ક્યાંક જન્મદિવસની ઉજવણી કરે છે. તેમના આવા કૃત્યોને કારણે આસપાસમાં રહેતા લોકોને પરેશાની ભોગવવાનો વારો આવે છે. આવો જ એક કિસ્સો સુરતના ઉત્રાણ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં જાહેરમાં ચપ્પુથી કેક કાપવામાં આવી હતી. અને શોર મચાવવામાં આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી હાથ ધરાઇ

જન્મદિવસની કે કોઇ પણ પ્રસંગની ઉજવણી કરવી એ કોઇ ગુનો નથી. રજૂઆત માત્ર એટલી જ હોય છે કે આસપાસના લોકો હેરાન ન થાય. પરંતુ અમુક તત્ત્વો સમાજ માટે હાનિકારક છે. અને દૂષણ સમાન છે. ઉત્રાણ વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી ભારે પડી હતી. બુટલેગર ધવલ રાઠોડ અને તેના સાગરીતોને પોલીસે ધરપકડ કરી હતી. અને કાન પકડીને માફી માગવા કહ્યુ હતુ. પોલીસે કાર્યવાહી કરતા બુટલેગરોએ માફી માગી હતી. 

  • Follow us on: