સુરતના મહિધરપુરામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું છે. ગ્રાઉન્ડ પલ્સ 2 માળનું મકાન ધરાશાયી થતા નીચે પાર્ક કરેલી કારને નુકસાન થયું છે. ફાયર વિભાગને આ ઘટનાની જાણ કરતા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે. વર્ષોથી મકાન બંધ હતું અને જર્જરિત હતું.સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહિ થઈ.


જર્જરિત મકાન ધરાશાયી 

શહેરમાં ગ્રાઉન્ડ પલ્સ 2 માળનું મકાન ધરાશાયી થયું છે.વર્ષોથી મકાન બંધ હતું અને જર્જરિત હતું. મકાન ધરાશાયી થતા તેનો કાટમાળ નીચે પાર્ક કરેલી કાર પર પડતા કારમાં નુકસાન થયું હતું. હાલ મકાન ખાલી હોવાના કારણે કોઈ જાનહાની નહિ થઈ. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરતા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી

શહેરમાં જર્જરિત મકાનોને પાલિકા દ્વારા નોટીસ તથા ઉતારી લેવાની કામગીરી કરવામાં આવતી હોય છે. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહત અનુભવી હતી. ચોમાસામાં જર્જરિત મકાનો પડવાની ઘટનામાં વધારો થતો હોય છે. તેવામાં વર્ષો જૂનું મકાન ધરાશાયી થતા લોકોએ કહ્યું કે શહેરમાં આવા મકાનોને તંત્રએ ઉતારી લેવા જોઈએ. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની નહિ થઈ. ફાયર વિભાગને જાણ કરતા કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.


  • Follow us on: