સુરતના અડાજણમાં ચોરી કેસમાં ખુલાસો થયો છે. પતિએ જ પત્નીના દાગીના ચોરી કર્યાનો ખુલાસો થયો છે.પતિ શેર બજારમાં રૂપિયા હારી જતા ઘરમાં જ કરી ચોરી હતી. પોલીસ તપાસમાં પતિએ જ ચોરી કર્યાનું સામે આવ્યુ છે.અડાજણ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. પત્ની બહાર ગામ જતા પતિએ 96 તોલા સોનાના દાગીનાની ઘરમાંથી કરી ચોરી હતી. પતિએ ચોરી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


પતિએ જ ઘરમાં ચોરી કરી

અડાજણમાં ચોરી કેસમાં ખુલાસો થયો છે. પોતાન જ ઘરમાં ચોરી કરી પોલીસ ફરિયાદ કરી હતી. શેર બજારમાં રૂપિયા હારી જતા પોતાની ઘરમાં ચોરી કરી આરોપીએ ઘરમાં ચોરી થયાની ફરિયાદ અડાજણ પોલીસમાં કરી હતી. પોલીસે આ ફરિયાદના આધારે કર્યવાહી કરી આરોપી ઘરનો જ હોવાનું ખુલતા પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ પોતાના જ ઘરમાંથી 96 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી.

આરોપી પતિની ધરપકડ

અડાજણમાં પતિએ જ પત્નીના દાગીનાની ચોરી કરી પોલીસમાં ઘરમાં ચોરી થયાની ફરિયાદ કરી હતી. પત્ની દ્વારકા મંદિરે ફરવા ગઈ હતી. તેવામાં પતિ હરિકૃષ્ણ પરમારે પોતાના ઘરમાં રહેલા પત્નીના 96 તોલા દાગીનાની ચોરી કરી પોલીસ ફરિયાદ કરી હતી. હરિકૃષ્ણ પરમાર શેર બજારમાં પતિએ 41 લાખ ગુમાવ્યા હતા. જેની ભરપાય કરવા આ ચોરી કરી હતી. હાલ અડાજણ પોલીસે પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: