સુરતમાં જન્મ દિવસે જ ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થીનો જન્મ દિવસ હોવાથી તેના પિતા કેક લઈને ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. પુત્રને જોઈને પરિવાર ભાંગી પડ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીએ આપઘાત કયા કારણે કર્યો તેની વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી.
વિદ્યાર્થીએ તેના જન્મ દિવસે જ આપઘાત કર્યો













