સુરતમાં વેપારી પાસેથી ડ્રગ ઝડપાવા મામલે ખુલાસો થયો છે જેમાં વેપારીના ભાગીદાર અને પોલીસની ચેટ મળી આવી છે, ભાગીદારે તરકટ રચી વેપારીને ફસાવ્યાનો ખુલાસો થયો છે, વેપારી ડ્રગ કેસમાં ફસાતા કોર્ટમાં કરી હતી રજૂઆત અને કેસમાં SOG દ્વારા તપાસ કરતા ચેટ મળી આવી છે. વેપારીના ભાગીદારે PIને નવા માણસ મોકલવા કહ્યું હોવાની ચેટ સામે આવી છે.
પોલીસના દરોડા પહેલાની ચેટ મળી આવી
ઓઈલનો વેપાર કરતો અલ્પેશ ધનશ્યામભાઈ મિયાણી (ઉ.વ. ૪૦) પોતાની બીવાયડી નામની કાર લઇને ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે વેડ વરિયાવ બ્રિજના ગુરુકુલ મંદિર તરફના ભાગે સિંગણપોર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. પોલીસે અલ્પેશને અટકાવ્યો હતો અને તેની તપાસ કરતા કારમાંથી રૂ. 7.87લાખની કિંમતનું 78.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે કાર સહિત રૂ. 43 લાખનો મુદ્દામાલ કબજે કરી અલ્પેશની સામે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ડ્રગ્સના કેસમાં વેપારીને ખોટી રીતે ફસાવ્યો હતો
આ કેસની તપાસ ચોકબજાર પોલીસને સોંપવામાં આવી હતી અને ત્યારબાદ હાલમાં આ કેસની તપાસ એસઓજીને સોંપાઈ છે. એસઓજીના પીએસઆઈ એમ.ડી.સરવૈયાએ આરોપી અલ્પેશની સામે કોઈ પુરાવા ન હોવાની સાથે બી-સમરી દાખલ કરી છે. કોર્ટમાં હાજર સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે રજૂ કરેલી સમરીમા બંને પક્ષે થયેલી દલીલો થઇ હતી. પુરાવાના સ્વરૂપે એસઓજી પોલીસ દ્વારા પીઆઇ ગોહિલ અને આક્ષેપિત ચિરાગ ગોટીની વ્હોટ્સએપ ચેટ રજૂ કરવામાં આવી હતી. આ ચેટમાં ચિરાગ ગોટીએ પોલીસના નવા કોઇ સ્ટાફને રેડ પાડવા માટે જણાવ્યું હતું, જેની સામે પીઆઇએ એવો રિપ્લાય આપ્યો હતો કે એક નવા પીએસઆઇ આવ્યા છે તેઓને તપાસ માટે મોકલાવ્યા છે. આ રેડ કરવામાં આવી ત્યારે પીઆઇ ગોહિલ અમદાવાદ હાઇકોર્ટના કામે ગયા હતા.