સુરતના વરાછામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, જેમાં જાહેરમાં જ લોકો સાથે મારામારી કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વરાછા પોલીસે બે નશેડીઓને ઝડપી પાડયા છે અને જાહેરમાં માફી મંગાવી છે, રોડ પર બેસેલી યુવતીઓને અપશબ્દો બોલી છેડતી કરી હતી, સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો હતો.
વરાછા પોલીસે બે નશેડીઓની અટકાયત કરી
સુરતના વરાછામાં નશેડીઓનો આતંક સામે આવ્યો છે જેમાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા છે, બંન્ને યુવકે નશામાં જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો, આટલે થી વાત પતી નથી જતી પરંતુ જાહેરમાં મારામારી કરી લૂંટનો પ્રયાસ પણ કર્યો હતો અને રોડ પર બેઠેલી યુવતીની છેડતી પણ કરી હતી, જ્યાં બને યુવક મૂળ ઉત્તરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે.
લસકાણામાં નર્સને પાછળથી જકડી છેડતી કરનાર હવસખોર ઝડપાયો
લસકાણાના ડાયમંડનગર ઇન્ડસ્ટ્રીઝમાં ઘરના દાદર ચઢી રહેલી 24 વર્ષીય નર્સને અંધારામાં પાછળથી જકડી લઇ મોઢું દબાવી, આંખ અને ચહેરા પર સ્પ્રે છાંટી જાતીય હુમલો કરવાની ચકચારી ઘટનામાં પોલીસે 23 વર્ષીય પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી હતી. ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી 25 વર્ષીય નર્સ ગત અઠવાડિયે નોકરીથી રાત્રે પોણા દસ વાગ્યાના અરસામાં ઘરે આવી હતી. ઘરના દાદર ચઢી રહી હતી ત્યારે અચાનક પાછળથી મજબૂત હાથોએ જકડી લઇ જાતીય હુમલો કરાયો હતો.