સુરતમાં સરથાણા જકાતનાકા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારે બાઇકને ટક્કર મારી છે. આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. અતિથિ રેસ્ટોરન્ટ સામે હિટ એન્ડ રનની ઘટના બની હતી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે. પોલીસે કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
હિટ એન્ડ રનમાં એકનું મોત













