સુરતના નાનપુરા વિસ્તારમાં દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે. રામજી મંદિરના પૂજારીએ પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હોવાનું સામે આવ્યુ છે. આરોપી પૂજારી વિવેક કુમાર પ્રતિહાશે 37 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી હતી. અને બાદમાં તેની સાથે વિવિધ સ્થળોએ રેપ કર્યા હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં બીજા કયા લોકો સામેલ છે તે મામલે તજવીજ શરુ કરાઇ છે.
પૂજારી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ













