સુરતમાં માંગરોળના પીપોદરા GIDCમાં આગની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક દાણા બનાવતા ગોડાઉનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા 3 ફાયરની ગાડીઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.આગ પર કાબુ મેળવવાં માટે પ્રયાસ શરૂ કર્યા હતા.

    પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી
     પીપોદરા GIDCમાં પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં વેલ્ડિંગ કામ દરમિયાન તણખા ઝરતા આગ લાગવાની ઘટના બની હતી. આગને લઇને ભારે અફરા તફરી સર્જાઈ હતી. ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

    દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાયા
    પ્લાસ્ટિક દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાયા હતા.ફેક્ટરીમાં વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન આ ઘટના બની હતી. ફેક્ટરીનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.


    • Follow us on: