સુરતમાં એસી રીપેરીંગ કરતા કારીગરનું મોત થયું હોવાની વાત સામે આવી છે, બે કારીગર 7મા માળેથી નીચે પટકાયા હતા જેમાં એકનું તો ઘટના સ્થળે મોત થયું છે, તો અન્ય એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે, મજુરાગેટમાં આવેલ શાલીભદ્ર એપોર્ટમેન્ટમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.


લોખંડની એંગલ તૂટતા બે કારીગરો નીચે પટકાયા

સુરતમાં લોખંડની એંગલ તૂટતા બે કારીગરો નીચે પટકાયા છે, જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે, કોઈ પણ જાતની સેફ્ટી વગર કામ કરતા હતા કારીગરો, અઠવાલાઈન્સ પોલીસે વધુ તપાસ હાથધરી છે. સમગ્ર ઘટનામાં અઠવા લાઈન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો સેફટીના સાધન વિના આ માણસો કામ કરતા હોવાની માહિતી સામે આવી છે.

નાનપુરા કૈલાશ નગર સ્થિત શાલીભદ્ર ફલેટમાં બની ઘટના

નાનપુરા કૈલાશ નગર સ્થિત શાલીભદ્ર ફલેટના સાતમાં માળે ફ્લેટમાં બારીની બહાર આઉટડોરનું એસી રીપેરીંગ કામ કરતી વેળા અકસ્માતે બે યુવક નીચે પટકાયા હતા. જેમાં એકનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત થયું હતું. બંને યુવકોના અકાળે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પોલીસ તેમજ હોસ્પિટલ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રાંદેર પાલિયા સ્ટ્રીટમાં રહેતા ૪૨ વર્ષય હસન નિઝામુદ્દીન સૈયદ એસી રીપેરીંગનું કામ કરી પત્ની તેમજ બે પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો.


  • Follow us on: