સુરતમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આ કેસ અંગે પોલીસે તપાસ શરુ કરી છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યુ છે. પોલીસે પોતાના તપાસના ચક્રો ગતિમાન કરતા આરોપીઓને પકડી પાડ્યા છે. ફોરેક્સમાં કમાણીના નામે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કરાતા તપાસ તેજ કરવામાં આવી હતી. ઉધના પોલીસે મિત ખોખર સહિત 3 શખ્સને ઝડપી પાડ્યા હતા. આ છેતરપિંડીમાં બીજા કયા લોકો સામેલ છે. અને કેટલા લોકો સાથે ફ્રોડ કરવામાં આવ્યો છે. તે અંગે કાર્યવાહી હાથ ધરાઇ છે.


કમાણીના નામે છેતરપિંડી

સુરત હોય કે અન્ય કોઇ સ્થળ જ્યાં લાલચ હોય છે ત્યાં નુકસાન થતું જ હોય છે. અતિને ગતિ નથી હોતી. તે વાત આવા છેતરપિંડી પ્રકરણમાં સાચી ઠરે છે. કારણે પૈસાના લાલચમાં આવીને માનવી પોતાની પાસે રહેલી વસ્તુઓ પણ ગુમાવે દે છે. સુરતમાં સામે આવેલો ફ્રોડનો કિસ્સો લાલચમાં ફસાઇને પોતાનું નુકસાન કર્યા હોવાનો છે. ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કરવામાં આવી હતી. ફોરેક્સમાં 7 થી 8 ટકાના નફાની લાલચે રોકાણ કરવામાં આવ્યુ હતુ. અને સારી કમાણી થશે તેમ જણાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. પરંતુ જ્યારે સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે 36 લાખના ફ્રોડ કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે 3ની કરી ધરપકડ

સુરતમાં ફોરેક્સ ટ્રેડિંગના નામે છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ દાખલ થતા જ પોલીસે તપાસ તેજ કરી હતી. અને 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઉધના પોલીસે મિત ખોખર સહિત 3ને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ છેતરપિંડી કરવા બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા. પોલીસે 36 લાખના ફ્રોડ કેસમાં કાર્યવાહી કરી છે. હવે આગામી કડી મેળવવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. 

  • Follow us on: