સુરતમાં મહિલા સાથે અત્યારની ઘટના બની છે, જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા તેની સજા તેમની માતાને મળી છે, પ્રેમ લગ્ન કરનાર યુવક નહી મળતા માતાને સજા આપવામાં આવી હતી, યુવતીના પરિવારજનોએ માતાને માર્યો માર અને મહિલાઓએ યુવકની માતાને ગુપ્તાંગના ભાગે માર માર્યો છે, યુવતીના પિતા સહિત 11 વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પાલ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે જેમાં 3 આરોપી ફરાર છે.


પુત્રએ કરેલા પ્રેમ લગ્ન ની તાલીબાની સજા માતાને અપાઈ

સુરતમાં કંઈક અનોખી ઘટના બની છે જેમાં પુત્રએ પ્રેમ લગ્ન કર્યા અને સજા તેની માતાને મળી છે, પાલ વિસ્તારમાં આ ઘટના બની છે, રાજસ્થાનના રહેવાસી અને હાલમાં સુરતમાં રહે છે, ત્યારે જે યુવતી સાથે પુત્રએ લગ્ન કર્યા છે તેના પરિજનોએ માતાનું અપહરણ કરી તેમને માર માર્યો છે અને દંડા અને ઈંટ વડે માર મારવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે, આ ઘટનામાં પોલીસે 11 લોકો સામે ગુનો નોંધ્યો છે જેમાં 7 આરોપીઓ ઝડપાઈ ગયા છે.

યુવકે રાજસ્થાની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા

રાંદેરમાં રહેતા યુવકે ભેંસાણ રોડ પર રહેતી રાજસ્થાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને યુવતીના પરિજનોને આ સબંધ માન્ય ન હોવાથી આ ઘટના બની હતી તો યુવકને શોધ્યો પણ તે મળી આવ્યો નહી જેના કારણે તેની માતાને માર મારવામાં આવ્યો છે, તો મહિલાઓએ પણ આ માતાને માર માર્યો હોવાની વાત સામે આવી છે, તો યુવકના અન્ય પરિવારજનોને આ વાતની જાણ થતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપ્યા છે, પોલીસે આરોપીને જાહેરમાં માફી મંગાવી છે.


  • Follow us on: