સુરતના અઠવામાં પ્રેમીના પતિ પર જીવલેણ હુમલો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સંજય શિરવાડકરના ફરિયાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતા. પતિની સાથે વાતચીતને લઈ ફરિયાદીએ આરોપી સાથે બોલાચાલી કર્યા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. હુમલામાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે અઠવા પોલીસે ફરિયાદ નોંધી આરોપી સંજય શિરવાડકરની ધપરક્ડ કરી છે.


પ્રેમીના પતિ પર જીવલેણ હુમલો કરનાર ઝડપાયો

સુરત શહેરમાં પ્રેમિકાના પતિ પર હુમલો કરનાર આરોપી ઝડપાયો છે.આરોપી સંજય શિરવાડકરના ફરિયાદીની પત્ની સાથે પ્રેમ સંબંધ હતા. આરોપીએ અદાવત રાખી તેના મિત્ર સાથે મળી ફરિયાદી પર ચપ્પું વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આરોપીએ મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો

અઠવા વિસ્તારમાં પ્રેમીકાના પતિ પર હુમલો કરનાર આરોપીને અઠવા પોલીસે ઝડપી લીધો છે. આરોપીએ તેમના મિત્રો સાથે મળીને પ્રેમીકાના પતિ પર ચપ્પુ વળે જીવલેણ હુમલો કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: