સુરતના ખોલવડમાં બાંધકામ સાઇટ પર દુર્ઘટના બની છે જેમાં ત્રીજા માળેથી પડી જતા શ્રમિકનું મોત થયું છે, અમૃત ઉદ્યોગનગર વિભાગ-3માં આ ઘટના બની હતી અને સેન્ટીંગની પ્લેટ ખોલવા દરમિયાન બની ઘટના, તો મૃતકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે, નીચે પટકાતા શ્રમિકને ગંભીર ઇજા થઇ હતી અને પંચમહાલના વતની રતનાભાઇ કોળચાનું મોત થયું છે.


કામરેજના ખોલવડ ગામે બની ઘટના

સુરતના કામરેજના ખોલવડ ગામે મોટી ઘટના બની હતી જેમાં ખોલવડના અમૃત ઉદ્યોગનગર વિભાગ 3માં આ ઘટના બની હતી, શ્રમિક સાઈટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન તે ઉપરથી નીચે પટકાયો હતો અને તેનું મોત થયું છે, બાંધકામ સાઇટ પર સેન્ટીંગની પ્લેટ ખોલી રહ્યો હતો તે દરમિયાન લોખંડના ખપેડા ખસી જતા કામદાર નીચે પટકાયો હતો અને તેનું મોત થયું છે, તો 108 એમ્બયુલન્સના ડ્રાઈવરે તેને મૃત જાહેર કર્યો હતો, શ્રમિક મજૂરી કામ માટે આવ્યો હતો.

સેફટીના સાધનો પહેર્યા ન હતા શ્રમિકે ?

ઘટના બનતાની સાથે આસપાસના શ્રમિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને શોકનો માહોલ છવાયો હતો, મહત્વની વાત તો એ છે કે શ્રમિકે સેફટીના સાધનો પહેર્યા હતા કે નહી અને સેફટીના સાધનો પહેર્યા વિના જ કામ કરી રહ્યાં હતા, પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને શ્રમિકના નિવેદન નોંધ્યા છે, પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલ્યો છે અને જે બિલ્ડરની સાઈટ પર આ કામગીરી ચાલી રહી હતી તે બિલ્ડરનું પણ નિવેદન નોંધ્યું છે.

  • Follow us on: