સુરતના રાંદેરની યુવતી બની સાયબર ફ્રોડનો ભોગ જેમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે યુવતી પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની વાત સામે આવી છે, તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા અને યુવતીને ડિજિટલ એરેસ્ટ કરી 19.91 લાખ પડાવ્યા છે, સાયબર ગઠિયાએ ઇન્સ્ટન્ટ લોનના નામે રૂપિયા ખંખેર્યા છે, સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે તપાસ હાથધરી.


પોણા ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટ બનાવી યુવતીને

સુરતના રાંદેરની યુવતીને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 19.91 લાખ પડાવ્યા હોવાની વાત સામે આવી છે, જેમાં પોણા ચાર કલાક સુધી યુવતીને ડિજિટલ એરેસ્ટમાં ફસાવી રૂપિયા 19.91 લાખ પડાવ્યા છે, યુવતીના એકાઉન્ટમાં રૂપિયા 2000 હતા પરંતુ આરોપીએ ઇન્સ્ટન્ટ લોન લેવડાવી પૈસા પડાવ્યા છે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માંથી બોલું છું અને તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યું છે તેમ કહી રૂપિયા પડાવ્યા છે, યુવતીએ સમગ્ર ઘટનામાં પોલીસને જાણ કરી છે અને ફરિયાદ નોંધાઈ છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને રૂપિયા પડાવ્યા

નવેમ્બર મહિનામાં શિકાર બનેલી આ યુવતીની 18મી જૂને સાયબર પોલીસે ફરિયાદ લીધી હતી. પાલનપોર જકાતનાકા પાસે રહેતી 29 વર્ષીય પરિણીતા વેબ ડેવલોપર તરીકે ઘરેથી જ કામ કરે છે. પતિ હજીરાની કંપનીમાં એન્જિનિયર છે. ગત 28મી નવેમ્બરની બપોરે પોણા ત્રણ વાગ્યે તેનો ફોન રણક્યો હતો. સામેથી વાત કરનાર વ્યક્તિએ ફેડેક્સ કુરિયર સર્વિસ મુંબઇથી શિવમ પાઠક તરીકે ઓળખ આપી હતી. તેના નામે ઇરાન મોકલાઈ રહેલા પાર્સલમાંથી 300 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળ્યાનું કહી ખેલ શરૂ થયો હતો. તેમના ડેબિટ કાર્ડમાંથી કુરિયર ફી તરીકે 87,640 રૂપિયા ચૂકવવામાં આવ્યાનું જણાવ્યું હતું. પોતે કોઈ કુરિયર નહિ કર્યાનું કે ફી નહિ ચૂકવ્યાનું જણાવતાં ફરિયાદ કરવી પડશે તેમ કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અધિકારીને કોલ ટ્રાન્સફર કરતા હોવાનું કહી વીડિયો કોલ કરાવ્યો હતો.

 

  • Follow us on: