સુરતમાં વરસાદના કારણે સ્થિતિ બગડી છે. જેની અસર મેટ્રોની કામગીરી પર જોવા મળી છે. આ ધીમી કામગીરીના કારણે સ્થાનિકો પરેશાન છે. વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીથી રસ્તા પર અને બ્રિજ પર વાહનોની લાંબી લાઇન જોવા મળી રહી છે. કામગીરી પૂર્ણ કરવા માટે પતરાઓ રસ્તાની વચ્ચે મુકવામાં આવ્યા છે. જેના કારણે માર્ગ સાંકળો બન્યો છે. વાહનોની અવરજવરના કારણે ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ છે.
ગોકળગાય કરતા પણ ધીમી કામગીરી
સુરત શહેરમાં ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. રિંગ રોડ પર છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિક જામની સમસ્યા યથાવત્ છે. મેટ્રોની ધીમી ગતિએ ચાલતી કામગીરીએ સ્થાનિકોને પરેશાન કર્યા છે. વરસાદી માહોલમાં પાણી ભરાઇ જવુ, રસ્તાઓ પર ખાડા પડવા, વાહનોની સમસ્યા પેદા થવી. આ તમામ બાબતોએ સુરતવાસીઓને પરેશાન કર્યા છે. મેટ્રોની કામગીરી ધીમીગતિએ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ક્યારે સમસ્યા થશે હલ ?
સુરત તેની સુંદરતા અને સ્માર્ટનેસ માટે ઓળખાય છે. અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને અન્ય શહેર કરતા જુદુ બનાવે છે. પરંતુ મેટ્રોની કામગીરીએ આ તમામ બાબતો પર પ્રશ્ન ઉભા કર્યા છે. એક તરફ, સુવિધા આપવા માટે કામ ચાલી રહ્યુ છે. તો બીજી તરફ, એ જ સુવિધા હાલમાં લોકો માટે સમસ્યાઓ પેદા કરી રહી છે. રિંગ રોડના બ્રિજ પર દોઢ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. ટ્રાફિકજામ સર્જાતા લોકો પરેશાન છે.