સુરતના ડિંડોલીમાં ચોકલેટની લાલચે બે બાળકો સાથે બદકામ કરનાર ઝડપાયો છે, ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેને ઝડપી પાડ્યો છે, તો આરોપીએ બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ કર્યું હતું બદકામ અને તે ઉપરાંત નરાધમે બંને બાળકોને ચાકુથી મારી નાખવાની આપી હતી ધમકી.


ડિંડોલી પોલીસે રીઢા ગુનેગાર સુનિલ ઉર્ફે લોખંડિયા ખરેની ધરપકડ કરી

ડિંડોલીમાં ચોકલેટની લાલચ આપી બે બાળકોને રેલવે પટરી પર લઈ જઈ નરાધમે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું. પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી પાડયો હતો. મળતી વિગતો પ્રમાણે ડિંડોલીમાં રહેતા વ્યકતિ કે જેઓ મૂળ નંદુરબારના વતની છે. ડ્રાઇવિંગ કામ કરતા દિનેશભાઈને સંતાનમાં બે દીકરા છે. ગત તા. 25મીએ સાંજે તેમનો 10 વર્ષીન દીકરો તેમની પાસે આવ્યો હતો. બાળકે પિતાને કહ્યું કે, તે અને તેનો મિત્ર ત્રિપાઠી હોસ્પિટલ પાસે બ્રિજ નીચે વડાપાંઉ ખાવા ગયો હતો.

બાળકો પરત ફરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યો યુવક તેમની પાસે આવ્યો હતો

બંને બાળકોને ચોકલેટ ખવડાવવાની લાલચ આપી ફોસલાવી ચેતનનગરમાં મહાદેવ મંદિર પાસે રેલવે પટરી પર લઈ ગયો હતો. જ્યાં પોતાનો પેન્ટ કાઢી આ યુવકે બંને બાળકો પાસે મુખમૈથુન કરાવ્યું હતું. બાળકો સાથે વિકૃત હરકત કર્યા બાદ કોઈને પણ કહેશો તો ચાકુથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. બીજી વખત પણ મારી પાસે આવી હરકતો કરશો તો પૈસા આપીશ એવું પણ કહ્યું હતું. પુત્રની વાત સાંભળી પિતા સમસમી ઉઠ્યા હતા અને સમગ્ર મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો.

ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર છે

પોલીસે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધી નરાધમની શોધખોળ આદરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા આરોપી ઓળખાઇ ગયો હતો. ડિંડોલી પોલીસે સુનિલ ઉર્ફે લોખંડિયા ગુલાબ ખરે (ઉ.વ.૨૨, રહે. ચેતનનગર, ડિંડોલી)ને પકડી પાડયો હતો. સુનિલ રીઢો ગુનેગાર છે. તેની સામે હત્યા, હત્યાની કોશિશ, ચોરી સહિતના પાંચ ગુના નોંધાઈ ચૂક્યા છે.

  • Follow us on: