સુરતમાં પિતા અને 2 બાળકના આપઘાત કેસમાં ખુલાસો થયો છે, પત્નીના અફેરથી ત્રાસીને આપઘાત કર્યાનો ખુલાસો થયો હોવાની વાત સામે આવી છે, અઠવાલાઈન્સ જિ.પં.ના ક્વાટર્સમાં ગઈકાલે કર્યો હતો આપઘાત, બાળકોને ઝેર આપ્યા બાદ પતિએ ગળાફાંસો ખાધો હતો અને પોલીસને મૃતકની સ્યુસાઇડ નોટ અને મોબાઈલ ફોન મળી આવ્યો હતો, મોબાઈલની ચેટના આધારે પોલીસે તપાસ હાથધરી છે.
10 વર્ષ પહેલા મૃતકના થયા હતા પ્રેમલગ્ન
બંનેના પિતા પોલીસ વિભાગમાં હતા. જેથી તેઓ પોલીસ લાઈનમાં રહેતા હતા. દરમિયાન અલ્પેશભાઈ અને ફાલ્ગુનીબેનની આંખ મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો. જે બાદ અલ્પેશભાઈ અને ફાલ્ગુનીબેને પ્રેમલગ્ન કર્યા હતા. મૃતક અલ્પેશભાઈએ ગુરુવારે બપોરે ક્રિશીવને સ્કૂલમાંથી જ્યારે નાનો પુત્ર કનિશને આંગણવાડીમાંથી ઘરે લઈ આવ્યા હતા. બાદમાં મૃતકે બંને પુત્રોને સોડાની અંદર રેટ કિલર ઝેર નાખ્યું હતું અને બંને પુત્રોને પીવડાવ્યું હતું. જેથી તેઓ ગણતરીના સમયમાં જ મોતને ભેટયા હતા. પુત્રોના મોત બાદ પિતાએ ફાંસો ખાઈ લીધો હતો.
અલ્પેશભાઈ ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં પીટીના શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા
મૃતક અલ્પેશભાઈએ કઠણ હૃદયે બંને લાડકવાયા પુત્રોને સોડામાં ઝેરી નાખી પીવડાવી હતી, જેથી બંનેનું મોત થતા મૃતદેહને બેડ પર મુક્યા હતા. ત્યારબાદ તેઓએ ઘરમાં નાનપણથી અત્યાર સુધીના વિવિધ પ્રસંગના બાળકોના ફોટો ફ્રેમ ભેગા કરી બંને મૃત પુત્રોની આજુબાજુ ગોઠવ્યા હતા, જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા શિક્ષકે 2 વર્ષ અને અને 8 વર્ષના બે પુત્રને ઝેર આપી પોતે ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું.
ઘટનાની જાણ થતા પત્ની નોકરીથી આવી હતી
ઘરનો દરવાજો નહીં ખોલતા મિત્રો અને સંબંધીએ દરવાજો તોડતા ઘટનાની જાણ થઈ હતી. પત્નીને નોકરી પર ઘટનાની જાણ થતા દોડી આવી હતી. પતિ અને પુત્રોને મૃત જોતા તેણી સ્તબ્ધ થઈ ગઈ હતી. મૂળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં ચિઠોડા ગામના વતની અને હાલ અઠવાલાઈન્સ રોડ પર જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા 41 વર્ષીય અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી પત્ની ફાલ્ગુનીબેન ૮ વર્ષીય પુત્ર ક્રિશીવ અને બે વર્ષીય પુત્ર કર્નિશ સહિતના પરિવાર સાથે રહેતા હતાં.