સુરતમાં નશાના કાળા કારોબારનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે યુવા પેઢી જોખમમાં મુકાઈ રહી છે. જોકે, સુરત પોલીસ પણ આ નશાના નેટવર્કને તોડી પાડવા માટે સક્રિય બની છે. તાજેતરમાં , પોલીસે એક મોટી કાર્યવાહી કરીને સલાબતપુરા પોલીસ મથકની હદમાંથી રૂપિયા 28 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડીને નશાના વેપારીઓને મોટો ફટકો માર્યો છે.


મહમદ અસ્લમ પઠાણ નામના આરોપીની ધરપકડ

મળતી જાણકારી અનુસાર, શહેર પોલીસને બાતમી મળી હતી કે ઉમરપાડા વિસ્તારમાં ડ્રગ્સનો મોટો જથ્થો લાવવામાં આવ્યો છે. આ માહિતીના આધારે, પોલીસે એક ખાસ ઓપરેશન હાથ ધરીને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, પોલીસે મહમદ અસ્લમ પઠાણ નામના એક આરોપીને ઝડપી પડ્યો હતો અને તેની પાસેથી આશરે રૂપિયા 28 લાખની કિંમતનું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે, સુરતમાં નશાનો કાળો કારોબાર ઊંડા મૂળ નાખી રહ્યો છે. ઉમરપાડા જેવા વિસ્તારોમાંથી આટલી મોટી માત્રામાં ડ્રગ્સ મળવું એ દર્શાવે છે કે નશાનો વેપાર શહેરના ગલી મોહલ્લા સુધી ફેલાઈ રહ્યો છે.

MD ડ્રગ્સના વેચાણ સામે પોલીસ એલર્ટ

મહત્વનું છે કે, પોલીસે આરોપી મહમદ અસ્લમ પઠાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ ડ્રગ્સ કોના દ્વારા લાવવામાં આવ્યું હતું. ક્યાંથી આવ્યું હતું અને કોણે વેચવાનું હતું તે અંગેની વિગતો બહાર આવી શકે. પોલીસને આશા છે કે, આ પૂછપરછથી નશાના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક નેટવર્ક પર્દાફાશ થઇ શકે છે. યુવા પેઢીને નશાના રવાડે ચડાવતા આવા તત્વોને કડક સજા થાય તે માટે પોલીસ અને કાયદાકીય તંત્ર સક્રિય બન્યું છે.


  • Follow us on: