સુરતના વરાછા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક આધેડ ઉંમરના વ્યક્તિએ 17 વર્ષીય સગીરાની છેડતી કરી અને તેને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પહુ જેબલિયાની ધરપકડ કરી છે.


આરોપીએ સગીરને ચિઠ્ઠી આપી

મળતી જાણકારી અનુસાર, આરોપી પહુ જેબલિયાએ સગીરની છેડતી કરીને તેને એક ચિઠ્ઠી આપી હતી અને ફોન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, તેણે સગીરાને અન્ય યુંઅક સાથે સંબંધ હોવાનું કહીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું અને ધમકીઓ પણ આપી હતી. આ ઘટથી ભયભીત થયેલી સગીરાએ સમગ્ર વાત પોતાના પિતાને જણાવી હતી. દીકરી પર થયેલા આ અત્યાચારથી વ્યથિત પિતાએ તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

સુરતના વરાછામાં આધેડની કરતૂત

ફરિયાદના આધારે, વરાછા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી પહુ જેબલિયાને દબોચી લીધો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આવા કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા રહે છે. ત્યારે પોલીસ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવે છે કે આવા કિસ્સાઓમાં સૌપ્રથમ તમારે અમારો સંપર્ક કરવો જેથી અમે આરોપીઓ સુધી પહોંચી શકીએ.


  • Follow us on: