સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા કઠોદરા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. એક માતાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ કરુણ ઘટનામાં માતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે પુત્ર હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.


માતાએ પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ પીધી

મળતી જાણકારી અનુસાર, આ ઘટના ગત રોજ બની હતી. માતાએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માતા અને પુત્ર બંને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

7 વર્ષના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલુ

જોકે, ગંભીર હાલત હોવાને કારણે માતાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું હતું. 7 વર્ષના પુત્રની હાલત પણ ગંભીર હોવું જણાવાઈ રહ્યું છે અને તેને હાલ હોસ્પીટલમાં સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાથી કઠોદરા ગામ સહિત સમગ્ર સુરતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. માતા-પુત્ર દ્વારા આવા પગલા પાછળનું સાચું કારણ શું હતું તે જાણવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.


  • Follow us on: