સુરતમાં ભાજપ નેતા અને અન્ય લોકોએ બેરહેમી પૂર્વક લાકડાના ફટકા અને ચપ્પુથી હુમલો કરી યુવકને ભારે ઈજા પહોંચાડી છે, જમીન વિવાદમાં વ્યાજખોર સાથે મળીને માર માર્યો હોવાની વાત સામે આવી છે, યોગેશ પટેલ અને વ્યાજખોર મોનુ બિહારીએ માર્યો માર, પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને 2 આરોપીની કરી ધરપકડ.


સુરતમાં ભાજપના નેતાએ કરી ગુંડાગીરી

સુરતમાં જમીન વિવાદમાં ભાજપ નેતા યોગેશ પટેલે દાદાગીરી કરીને યુવકને ઢીબી નાખ્યો હતો અને સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, CCTVના આધારે પોલીસે 2ને ઝડપી પાડ્યા છે અને પવન ગુર્જર અને મોનુ બિહારીની ધરપકડ, સાથે સાથે પોલીસે બન્નેને સાથે રાખી કર્યું રિ-કન્સ્ટ્રક્શન, જમીનના વિવાદમાં આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, ઈચ્છાપોર પોલીસે સમગ્ર ઘટનામાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં પણ લુખ્ખાઓનો આતંક સામે આવ્યો

સુરતના લિંબાયતમાં પણ લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે જેમાં યુસુફ ગેંગ ફરી સક્રિય થઈ છે અને લિંબાયત પોલીસનું નાક કપાયું છે, લિંબાયતમાં હપ્તાખોરી અને પાર્કિગ માફિયા તરીકે આ ગેંગ જાણી છે, એક યુવકે હપ્તો ના આપ્યો તેને લઈ આ ગેંગના 6 સભ્યોએ તેને માર માર્યો છે અને પોલીસે આ 6 આરોપીની ધરપકડ કરી છે. યુસુફ ખાનનો ગુનાહિત રેકોર્ડ માત્ર સામાન્ય દાદાગીરી પૂરતો સીમિત નથી. તેના તાર ગંભીર રાષ્ટ્રીય કક્ષાના ગુનાઓ સાથે જોડાયેલા છે, યુસુફ ખાન પર યુપીમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાકાંડમાં હત્યારાઓને સુરતથી પિસ્તોલ સપ્લાય કરવાનો ગંભીર આરોપ છે.


  • Follow us on: