સુરતના હજીરા વિસ્તારમાં ટ્રકચાલકે બાઈકચાલકને કચડ્યો છે અને ખમણ વેચવા જતા યુવકને ટ્રકચાલકે કચડ્યો હોવાની વાત સામે આવી છે. ટ્રક નીચે કચડાઈ જવાથી યુવકનું ઘટનાસ્થળે મોત થયું છે, ટ્રકચાલકે બાઈકચાલકને કચડતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે, તો પોલીસે ઘટના સ્થળે જઈને મામલો શાંત પાડયો છે અને તપાસ શરૂ કરી છે.
બેફામ ભારે વાહનોનો ત્રાસ ગુજરાતમાં યથાવત છે
સુરતના હજીરા વિસ્તારમાં વેપાર કરવા જઈ રહેલા બાઈક ચાલકને ટ્રક ચાલકે કચડી નાખ્યો છે, ટ્રક ચાલફ સ્પીડમાં ટ્રક ચલાવતો હતો અને તેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, ટ્રકના પૈડાની નીચે આ યુવાન આવી ગયો હતો અને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત થયું છે, સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોધ્યો છે અને ટ્રક ચાલકની અટકાયત કરી છે, આ ઘટનામાં સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે અને તેમનું કહેવું છે કે, વારંવાર આ રોડ પર અકસ્માત થતા હોય છે.













