રાજ્યમાં ઓનલાઈન ચીજવસ્તુઓનું વેચાણ સતત વધી રહ્યું છે. અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ઓનલાઈન મળતી હોવાથી લોકો એક ક્લીકમાં જ ખરીદી કરી શકે છે. પરંતુ ઓનલાઈન વેચાતી આ પ્રોડક્ટો નકલી હોવાનું સામે આવ્યું છે. સુરતના કામરેજમાં અલગ અલગ કંપનીના નકલી શેમ્પૂનો જથ્થો ઝડપાયો છે. શહેરમાં નવાગામ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આ શેમ્પૂનું કારખાનું ધમધમતુ હતું. પોલીસે મુકુંદ માવાણી નામના વ્યક્તિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં નકલી શેમ્પૂનું કારખાનું ધમધમતુ હતું













