સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા વિસ્તારમાં પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે સકંજો કસીને એક મોટી સફળતા મેળવી છે. કોસંબા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વિસ્તારમાં ધમધમતા શંકાસ્પદ બાયોડિઝલના કૌભાંડ પર અચાનક દરોડો પાડ્યો હતો, જેનાથી ગેરકાયદે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

ઈદગાહ ફળિયામાં અકબરના ઘરે દરોડો

પોલીસ તપાસ દરમિયાન કોસંબાના ઈદગાહ ફળિયામાં આવેલા અકબર નામના શખ્સના ઘેર અને તેની આસપાસના પરિસરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી પોલીસને અંદાજે 3400 લીટર જેટલો જંગી શંકાસ્પદ બાયોડિઝલનો જથ્થો મળી આવ્યો હતો, જે કોઈપણ કાયદેસરના પરવાનગી કે સુરક્ષા ધોરણો વગર ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવ્યો હતો.

કુલ 2.75 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત

આ દરોડા દરમિયાન પોલીસે બાયોડિઝલના આ ગેરકાયદે કારોબારમાં વપરાતા વાહનોની પણ સઘન તપાસ કરી હતી. સ્થળ પરથી પોલીસે બાયોડિઝલના જથ્થા ઉપરાંત એક પીકઅપ વાહન અને એક મોપેડ સહિત કુલ 2.75 લાખ રૂપિયાની કિંમતનો શંકાસ્પદ મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : હોદ્દાના દુરુપયોગનો આરોપ, જમીન વિકાસ નિગમના પૂર્વ કર્મચારી સામે ACBની કાર્યવાહી