ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક વલણ અપનાવતા વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. જમીન વિકાસ નિગમના નિવૃત્ત ફીલ્ડ સુપરવાઇઝર ચંદ્રકાંત ગૌરીશંકર સામે તેમની કાયદેસરની આવક કરતાં અપ્રમાણસર સંપત્તિ વસાવવા બદલ સત્તાવાર રીતે ગુનો નોંધીને કાયદેસરની તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આવક કરતાં 66.98 લાખ રૂપિયાની વધુ અપ્રમાણસર સંપત્તિ વસાવ્યાનો ઘટસ્ફોટ
ACB ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે નિવૃત્ત કર્મચારી ચંદ્રકાંત ગૌરીશંકરે પોતાની નોકરી દરમિયાન હોદ્દાનો ગેરઉપયોગ કર્યો હતો. તેમણે પોતાની સત્તા અને પદની તાકાતથી કાયદેસરની આવક કરતાં લગભગ 66.98 લાખ રૂપિયા જેટલી જંગી અપ્રમાણસર મિલકતો અને સંપત્તિઓ ઊભી કરી લીધી હતી, જેની વિગતો તપાસ દરમિયાન સામે આવી છે.
