ગુજરાતમાં ખાસ કરીને મોટા શહેરોમાં ટ્રાફિકના જવાનો અને ટીઆરબી જવાનો સાથે લોકોને અનેક વખત વિવાદ થતા હોય છે. જેમા મારામારી સુધીની ઘટના સામે આવતી હોય છે. દરેક વખતે લોકોની ભૂલ સામે સવાલો ઉભા થતાં હોય છે ત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસના ક્રેઈનના માણસોની દાદાગીરી સામે આવી છે. એક યુવકને ક્રેઈનના ચારપાંચ માણસોએ જાહેરમાં રોડ પર માર મારતો વીડિયો વાયરલ થયો છે.
સુરતમાં ટ્રાફિક ક્રેઇનના માણસોની દાદાગીરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ક્રેઈનના માણસો વિવાદમાં આવ્યા છે. ટ્રાફિક કર્મીઓની દાદાગીરી વધુ એક વખત સામે આવી છે. ટ્રાફિકના માણસો લોકો સામે સત્તાના પાવરનો દુરુપયોગ કરીને મારામારી પર ઉતરી ગયા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં એક યુવક દ્વારા ટ્રાફિકની ક્રેઈનનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.













